Published by : Vanshika Gor
હંમેશા પોતાની ખૂબસૂરતીથી લોકોનું દિલ જીતી લેનારી બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન હંમેશા મીડિયાની હેડલાઇન્સમાં બની રહે છે. સારા અલી ખાન તેના અદભૂત અભિનય માટે જાણીતી છે. હવે અભિનેત્રીની આગામી ફિલ્મ ગેસલાઈટ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર સસ્પેન્સથી ભરેલું છે. આ એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે.
OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા ‘ગેસલાઇટ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સારા અલી ખાન એક દિવ્યાંગ છોકરી મીસાનો રોલ કરી રહી છે. જ્યારે રેણુકાના રોલમાં અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સારાની સાવકી માતાનો રોલ કરી રહી છે. અભિનેતા વિક્રાંત મેસી સારાના પિતાના બોડીગાર્ડના રોલમાં જોવા મળશે. આ એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે. જેમાં મીસાના પિતાનું મોત થાય છે. તેના પિતાની શોધમાં મીસાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ‘ગેસલાઇટ’નું આ ટ્રેલર ખૂબ જ રોમાંચક અને જોવાલાયક છે.
પવન ક્રિપલાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગેસલાઇટ’નું ટ્રેલર સામે આવ્યા બાદ ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં સારા અલી ખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંહ જોવા મળશે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 31 માર્ચથી સ્ટ્રીમ થશે. આ ફિલ્મનું શૂટિંગ મોરબી જિલ્લાના વાંકાનેર પેલેસમાં થયું છે.