Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchસારોદના ભાજપના અગ્રણીને પવનચક્કીના ધંધામાં 1.70 કરોડની ઠગાઇ થતાં દવા પીધી....

સારોદના ભાજપના અગ્રણીને પવનચક્કીના ધંધામાં 1.70 કરોડની ઠગાઇ થતાં દવા પીધી….

Published by : Anu Shukla

ભરૂચ જિલ્લાના જંબુસરના સારોદ ગામે રહેતાં અને ભાજપ જિલ્લા લઘુમતિ મોરચાના ઉપપ્રમુખને પવન ચક્કીના પ્રોજેક્ટમાં સારો નફો કમાવી આપવાની લાલચ આપી બે શખ્સોએ 1.70 કરોડ રૂપિયા તેમજ 90 તોલાથી વધુ સોનાની ઠગાઇ કરી હતી. પોતાના રૂપિયાની માંગણી કરવા છતાં બન્ને ગઠિયાઓ રૂપિયા નહીં આપતાં હોઇ તેમજ મોટો આર્થિક ફટકો પડતાં તેમણે આખરે કંટાળીને ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

જંબુસર તાલુકામાં આવેલાં સારોદ ગામે રહેતાં અને ભાજપ જિલ્લા લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ સલીમ ઇબ્રાહિમ ગડ્ડુ પટેલની  જમીન વેચાતાં તેના રૂ 1.70 કરોડ રૂપિયા આવ્યાં હતાં. દરમિયાન તેમના ગામમાં જ રહેતાં ઝૂબેર નોંધલા તેમજ શબ્બીર આલમે તેમને જણાવ્યું હતું કે, મગણાદમાં પવન ચક્કીના પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે. પ્રોજેક્ટની દિલ્હીની પાર્ટી સાથે તેમના સારા સંબંધ છે તેમ કહેતાં તેમની વાતોમાં ભોળવાઇ જઇ તેમણે તેમની જમીનના 1.70 કરોડ રૂપિયા તેમજ 90 તોલાથી વધુનું સોનું તેમને આપ્યું હતું.

આ બાબતને લાંબો સમય થવા છતાં તેમના પ્રોજેક્ટમાં રોકાણને લઇને કોઇ દસ્તાવેજી કામગીરી ન થતાં તેમણે તેમના રૂપિયા માંગતાં તેઓ વારંવાર ગાળીયું કાઢતાં હોઇ તેઓ માનસિક રીતે પડી ભાંગ્યાં હતાં. પોતાની મોટી રકમ ગુમાવી હોવાના અહેસાસથી તેઓએ  આખરે ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા ગટગટાવી જતા પહેલા સલીમે મોબાઈલ પર સમગ્ર બાબત લખી હતી. જે સવારે તેની પુત્રીએ વાંચતા તે પિતાના રૂમમાં ગઇ હતી. જ્યા સલીમ બેભાન હાલતમાં જણાયા હતા. બનાવને પગલે વેડચ પોલીસે પ્રાથમિક તબક્કે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security