ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડેને કોઈ સ્વજન માટે ઉજવાય છે. પણ પ્રાણી માટે ઉજવાતો એક માત્ર દિવસ એટલે કે વિશ્વ સિંહ દિવસ. જૂનાગઢની શાન એશિયાટિક સિંહોની વિશ્વમાં નામના છે. સમગ્ર એશિયાખંડમાં સિંહ માત્ર તે ગીરના જંગલમાં જોવા મળે છે.વિશ્વ સ્તરે એશિયાઈ સિંહોનું મહત્વમાં વધારો થયો છે. વર્ષ 2016 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.સિંહ જૈવિક, સાંસ્કૃતિક, પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવુ મહત્વ ધરાવતું પ્રાણી છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સામેલ છે.
ગુજરાત માટે આ દિવસ ગૌરવ લેવા જેવો
ગુજરાતે સિંહોનું જતન રાખ્યું છે. જેને કારણે એશિયાટિક સિંહો હોવાનું ગૌરવ લઈ શકાય છે. ગુજરાત સરકાર અને વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે. જેના પરિણામે આ દિવસની ઉજવણી વિશ્વમાં જોવા મળતા સિંહોની અગત્યતા દર્શાવે છે. એશિયાઈ સિંહો અને બુહદગીરના 3 હજાર ચો. કી.મી. વિસ્તારમાં મુકત પણે વિહરતા જોવા મળે છે.

સિંહોને નિહાળવા વિશ્વભરમાંથી આવે છે લોકો
સિંહોને નિહાળવા વિશ્વભરમાંથી અનેક લોકો સાસણ ગીરની મુલાકાતે આવે છે. હાલ સિંહો સાસણ ગીર ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં જોવા મળે છે. સિંહોની સંખ્યામાં વધારો થતા બૃહદ ગીરની કામગીરી અમલમાં છે. સિંહોની સલામતી માટે સ્થાનિક સમુદાયો તેમજ વૈશ્વિક કક્ષાના નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. આપણાં ત્યાં સિંહો એકદમ સલામત છે. તેમના થકી પ્રવાસનને પણ ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે અને સિંહોની સલામતી માટે સરકાર અનેક પહેલ કરી રહી છે.