Published By : Patel shital
- આજથી ચેતી જજો…
- ન્યૂસન્સ ચાર્જ માટે તૈયાર રહેજો…
ભરૂચ નગર અને તેની આસપાસના વિસ્તારોમાં ખુબ વ્યાપક પ્રમાણમાં ગંદકી જણાઈ રહી છે. તેથી ભરૂચ જિલ્લાના ક્લેક્ટર તુષાર સુમેરાએ માય લિવેબલ ભરૂચ કોન્સેપ્ટ અમલમાં મુકેલ છે. દરેક પાસા મુજબ ભરૂચ માનવીના રહેવા કે વસવાટ કરવા યોગ્ય બને તે આ કોન્સેપ્ટનો હેતુ છે. ત્યારે આજથી ગંદકીની સમસ્યા પર લગામ કસવા ન્યુસન્સ દંડ ફટકારવાની શરૂઆત કરવામાં આવી છે.
ભરૂચ નગર અને તેની આસપાસના 40 કિલોમીટરનો વિસ્તાર કે જે માય લિવેબલ ભરૂચ કોન્સેપ્ટમાં આવરી લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આજથી સ્વછતા જાળવવા માટે કડક પગલા ભરવાની શરૂઆત તા 1 લી એપ્રિલ એટલે કે આજથી લાગુ પાડવામાં આવી છે. આ કડક પગલામાં દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.
દંડ અંગેની વિગત જોતા માય લિવેબલ ભરૂચ કોન્સેપ્ટમાં આવતા ભરૂચ નગર વિસ્તાર, નંદેલાવ, ભોલાવ અને ઝાડેશ્વર વિસ્તારમાં એટલે કે 40 કિલોમીટરના વિસ્તારમાં કચરો ફેંકશે કે દિવાલ ગંદી કરશે તો રૂ. 500 નો દંડ ફટકારવામાં આવશે. તેમજ આ વિસ્તારમા કોઇપણ વ્યક્તિ થુકતા, લઘુશંકા કે શૌચક્રિયા કરતા જણાશે તો રૂ. 250 નો દંડ ફટકારવામાં આવશે. જેને ન્યૂસન્સ ચાર્જ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.