Published by: Rana kajal
યોગથી તણાવમાં ઘટાડો થાય છે. યોગમાં એનર્જી અને ધ્યાન બંને જરૂરી છે. યોગ કરવા માટે શરીરને યોગ્ય માત્રામાં પોષણ પણ મળે તે પણ જરૂરી છે. એટલા માટે યોગ શરૂ કરતા પહેલા ખોરાકનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવુ જરૂરી છે યોગ અભ્યાસ પહેલાં યોગ્ય ખોરાક ખાવાથી જરૂરી ઉર્જા મળી શકે છે અને પ્રેક્ટિસ દરમિયાન મુશ્કેલીથી પણ બચી શકાય છે.
યોગ કરવાના 1-2 કલાક પહેલા ખોરાક લેવો જોઈએ. કારણ કે પાચન માટે પૂરતો સમય આપવો જરૂરી છે. તમારે યોગાભ્યાસના 1થી 2 કલાક પહેલા હળવું ભોજન અથવા નાસ્તો લેવો. આનાથી તમારું શરીર ખોરાકને યોગ્ય રીતે પ્રોસેસ કરે છે. આમ કરવાથી યોગાભ્યાસ દરમિયાન આળસ આવતો નથી. યોગ કરતા પહેલા શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે. શરીરના હાઈડ્રેશન માટે તમે પાણી અથવા હર્બલ ટી પી શકો છો. યોગાસન કરતા પહેલા તમારી જાતને સારી રીતે હાઈડ્રેટ કરો. કોઈપણ પ્રકારના ખાંડયુક્ત પીણાં પીવાનું ટાળવુ જોઈએ. કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન- ફળ અને સરળતાથી પચી જાય તેવા ખોરાક લેવો જોઈએ. કોઈ પણ પ્રકારનો ભારે ખોરાક લેવાથી બચો. એનર્જી જાળવી રાખવા માટે પ્રોટીનને પણ ડાયેટમાં સામેલ કરો. જ્યારે યોગ કર્યાં પછી શરીરમાં પાણીની કમી ન રહેવી જોઈએ એટલે કે યોગ કર્યા પછી પોતાની જાતને ફરીથી હાઈડ્રેટ કરો. યોગ કર્યા પછી પરસેવાના કારણે શરીરમાંથી ઘણા ઈલેક્ટ્રોલાઈટ્સ નીકળી જાય છે. ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને હેલ્ધી ફેટનો સમાવેશ કરો. આ ડાયટ કોમ્બિનેશનથી મસલ્સનુ પોષણ થશે. યોગ પછીના ભોજનમાં પોષક તત્ત્વોવાળી વસ્તુઓ ખાઓ. તમારા આહારમાં વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ કરો.