ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે ચિંતામાં થશે વધારો થાય તેમની આગાહી મૂજબ નાતાલ બાદ રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધશે અને 29 ડિસે થી 20 જાન્યુઆરી વચ્ચે હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે જેના કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અથવા તો માવઠાની પણ શક્યતા છે. વધુમાં ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે અરબ સાગરથી આવતા ભેજના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની અસર વર્તાતી હતી. બીજી બાજુ આકાશમાં વાદળો છવાયેલા રહેતા જોઇએ એવી ઠંડી પડી રહી નહોતી. પરંતુ આગામી 22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશમાં ભારે હિમવર્ષનાની શક્યતા રહેતા રાજ્યમાં ભારે ઠંડીની શક્યતા છે.