Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસાવધાન…SIM કાર્ડ અંગે હવે કડક નિયમો લાગુ પાડવામાં આવશે…

સાવધાન…SIM કાર્ડ અંગે હવે કડક નિયમો લાગુ પાડવામાં આવશે…

Published By:-Bhavika Sasiya

SIM કાર્ડના હવે નવા અને કડક નિયમો આવી રહ્યા છે જેનો અમલ તા 10 ઓક્ટોબરથી લાગૂ કરવામાં આવશે અને નિયમોનુ ઉલ્લંઘન કરવા પર થશે રૂ 10 લાખ સુધીનો રૂપિયાનો દંડ ફટાકારવામા આવશે.
હાલના દિવસોમાં નકલી મોબાઈલ સિમ કાર્ડના કારણે સૌથી વધુ છેતરપિંડી થઈ રહી છે. આવી સ્થિતિમાં ટ્રાઈ દ્વારા મોબાઈલ સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, નકલી સિમ કાર્ડ કનેક્શનને પોઈન્ટ ઓફ સેલથી એક્ટિવ કરવામાં આવતુ હતું. આવી સ્થિતિમાં ટ્રાઈએ છેતરપિંડીથી બચવા માટે સિમ કાર્ડ વેચતા હોલસેલર્સ માટે નિયમો કડક બનાવ્યા છે. સિમ કાર્ડ માટેના નવા નિયમો 10 ઓક્ટોબરથી અમલમાં આવશે. જો કોઈ 30 સપ્ટેમ્બર પછી રજિસ્ટ્રેશન વગર સિમ વેચતા જોવા મળશે તો તેના પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. હવે દરેક શેરીના ખૂણે કોઈ પણ સિમ કાર્ડ વેચી શકશે નહીં. આ માટે લાયસન્સ લેવું પડશે. લાઇસન્સ આપવાની આ પ્રક્રિયા ખૂબ જ કડક હશે. આધાર અને પાસપોર્ટ જેવી વેરિફિકેશન થશે. તેમજ પોલીસ વેરીફીકેશન પણ કરવામાં આવશે. જો કોઈ ફોજદારી કેસ તમારા નામે નોંધવામાં આવશે. અથવા જો તમે કોઈપણ ફ્રોડ પ્રવૃત્તિઓમાં સામેલ છો, તો તમને સિમ કાર્ડ વેચવાનું લાઇસન્સ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત તમે કોને ફ્રેન્ચાઇઝી આપી રહ્યા છો ? તમારા એજન્ટ અને વિતરકનું પોલીસ વેરિફિકેશન પણ થશે.

ટેલિકોમ ઓપરેટેડ પોઈન્ટ ઓફ સેલનું રજીસ્ટ્રેશન અને વેરિફિકેશન ચેક કરવું પડશે. વેરિફિકેશન માટે સિમ વિક્રેતાએ આધાર અને પાસપોર્ટની વિગતો સાથે કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર અને બિઝનેસ લાઇસન્સ જેવા ચોક્કસ દસ્તાવેજો આપવા પડશે. આ સિવાય વર્કિંગ એડ્રેસ અને સ્થાનિક રહેઠાણની માહિતી આપવાની રહેશે. આ સિવાય સિમ વેચનારને આધાર આધારિત ઇ-કેવાયસી જેવી બાયોમેટ્રિક વિગતો આપવી પડશે. સિમ કાર્ડ ડીલરો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે અને જે લોકો તેનું ઉલ્લંઘન કરશે તેમને 10 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. સાથેજ સિમ કાર્ડ ડીલરોનું વેરિફિકેશન ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. તેઓ ડીલરની નિમણૂક કરતા પહેલા ચકાસણી માટે દરેક અરજદાર અને તેના વ્યવસાય સંબંધિત દસ્તાવેજોની વિગતો એકત્રિત કરશે.હાલમાં
દેશમાં સાયબર છેતરપિંડી કરનારાઓ છેતરપિંડી કર્યા પછી તરત જ સિમ કાર્ડ બદલી નાખે છે. થોડા સમય પહેલા ઓડિશામાં 16000 પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિમકાર્ડ એવા લોકોના નામે લેવામાં આવ્યા હતા જેમને તેની જાણ ન હતી.

દેશમાં દરરોજ સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે. તાજેતરમાં પોલીસે એક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે જેમાં આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, એક આધાર કાર્ડ પર 658 સિમ કાર્ડ આપવામાં આવ્યા હતા અને આ તમામ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.દેશમાં દરરોજ સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે. તાજેતરમાં પોલીસે એક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે જેમાં આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!