Home Blog સિંઘમ રિટર્ન 375 કરોડની ફિલ્મ : સિતારે આસમાન મેં અચ્છે લગતે હૈ...

સિંઘમ રિટર્ન 375 કરોડની ફિલ્મ : સિતારે આસમાન મેં અચ્છે લગતે હૈ યા તો શેરો કે કંધો પે

0

બીજી મા સિનેમા : ઋષિ દવે

ચાર મિનિટનું ટ્રેલર જોયું હતું અઢી કલાકની ફિલ્મ જોઈ. રોહિત શેટ્ટીનું દિગ્દર્શન હોય એટલે મોટર બાઇક, ફોરવ્હીલર ,હેલિકોપ્ટર, બોટ પર્વત, ખીણ ,જંગલ, મંદિરો, ઉત્સવો, અંડરવર્લ્ડના રહસ્યમય અડ્ડાઓ, લેટેસ્ટ લેટેસ્ટ VFX ટેકનીક સાથે સ્ટંટ એવા કે જાણે જોયા જ કરો. દેશ પ્રેમના સંવાદો તાળીઓ પાડીને અને વિસલ મારી મારીને થાકી જવાય એટલા જોરદાર સીનસ્.

રામાયણના પ્રસંગો રામલીલા રૂપે ભજવાય એની સમાંતર વર્તમાન સમયમાં ફરજ નિષ્ઠ પોલીસ ઓફિસર બાજીરાવ સિંઘમ (અજય દેવગન) આતંકવાદીઓને પકડે શૂટ કરે, એમના વંશજના દિલમાં વેરની આગ ભડકાવવામાં આવે અને એલાને જંગ કાશ્મીરથી શ્રીલંકા, મદુરાઈ, તમિલનાડુ, નેપાળ, પંચવટી, રામેશ્વર અને એક પછી એક ખલનાયક રાવણ (અર્જુન કપૂર) આખરે અવની (કરીના કપૂર)નું અપહરણ કરે તેને પાછી લાવવા સિંઘમ, શીવા સ્કોડને લીડ કરે… ચુનંદા પોલીસ ઓફિસરોમાં દયા જટાયુ, ટાઈગર શ્રોફ લક્ષ્મણ, રણવીર સિંહ હનુમાન, અક્ષય કુમાર ગરુડના પ્રતિક રૂપે અને અણીના વખતે એન્ટ્રી પાડી દીપિકા પાદુકોણ, શકિત શેટ્ટી લેડી સિંઘમની મદદથી આવી પહોંચે અને અવનીને હેમખેમ પાછી મેળવે. અજય દેવગણને બધા જ પોલીસ ઓફિસરો સુપ્રીમો માને.

યંગસ્ટરને ગમે તેવા સંવાદોમાં સિચ્યુએશનશીપ, બેંચિંગ, ગૌટ (Greatest of all time) પડદા પર દર્શાવતા જોવા ગમશે. દિવાળી ધમાકા તરીકે બમ્પર કૂલ બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી શકે એવી સિંઘમ રિટર્ન જોજો કારણ કે ચુલબુલ પાંડે સાથે સિંઘમ અગેન આવશે જ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version