બીજી મા સિનેમા
ઋષિ દવે
અવૈજ્ઞાનિક(Unscientific) વાર્તા, અંગદાન(Organ Donation) કોણ કરી શકે, કર્યા પછી એ અંગ કોને જીવતદાન આપે છે, એ સંપૂર્ણ રીતે ગોપનીય રખાય છે, જે દાતા, એના પરિવાર માટે સલામતી પૂરી પાડે છે. આ મુદ્દાને તદ્દન વિપરીત રીતે રજૂ કરતી ‘સિકંદર’ અશક્ય વાતોને શક્ય બનાવી રજૂ કરી અને એને સાજીદ નડિયાદવાલા સાથ આપે ત્યારે આ બેલ મુઝે માર એવો ઘાટ થાય.
સલમાન ખાન ગંજી, ટી-શર્ટ, ફૂલસ્લીવના શર્ટ, શેરવાની, થ્રી પીસ સૂટ જે કાંઈ પહેરે એ ઊડીને આંખે વળગે, એની ચાલવાની, ઉભા રહેવાની, ઠૂમકા લેવાની, ગીતમાં હાથ,પગ,ખભા,આંખની ચેષ્ટાઓ જોવાની ગમે એના ગીતના બોલમાં કશું જ ન સમજાય પણ સેટીંગ એક સે બઢકર એક અને એની સાથેની હિરોઈન રશ્મિકા મંદાના ફિલ્મમાં નામ સાંઈશ્રી છે એની સાથેની કેમેસ્ટ્રી જબરજસ્તીના સોદા જેવી લાગે એવું સલમાનનાં આશિકો પણ માનશે.
સંજય રાજકોટ એ રાજકોટ રિયાસતનો રાજા, પ્રજા ભરપૂર પ્રેમ કરે, રાજા પ્રજાની સુખાકારી માટે પાણીની જેમ પૈસા ન્યોછાવર કરે. પ્રજાની ફરિયાદનો તાત્કાલિક નિકાલ, ઉકેલ ગુનેગારને સજા આ બધું એટલી ઝડપથી બને કે એક દ્રશ્ય બીજા સાથે કનેક્ટ ન થાય અને એક્શનમાં ખુનામરકી, લોહીલુહાણ, હથોડા, સાંકળ, બરછી, ભાલા, ટાયર, દોરડા જેવા મારકણા હથિયારો દ્વારા રસ્તા પર ખુલ્લેઆમ, ભરચક ભીડમાં, ટ્રાફિકમાં ભાગમભાગ, ટેક્ષી એમ્બ્યુલન્સ, વિમાન, એરપોર્ટ જ્યાં ફિલ્માંકન કર્યું ત્યાં મારપીટ અથવા પ્રેમાલાપ જોઈને થાકી જવાય. ઇન્સ્પેક્ટર પ્રકાશ (કિશોર) ટેક્ષી ડ્રાઇવર (જતીન શર્મા) અમર (શરમન જોશી) અને મિનિસ્ટર પ્રધાન (સત્યરાજ) બધાને છૂટ્ટોદોર જેને જેમ મનફાવે એમ સિકંદરના પરીઘ પર રહીને સિકંદરનો જયઘોષ કરવાનો ક્યાં તો તુઝે માર ડાલુંગાની રટ રળવાની.
વૈદૈહિને ચક્ષુદાનમાં દ્રષ્ટિ મળે છે, નિશાને દિલ એટલે કે હૃદય મળે છે અને કમરૂદ્દીનને ફેફસા મળે છે. જેમને જાનના જોખમે સિકંદર બચાવે છે. કારણ એ ત્રણેના અંગ સાંઈશ્રીના હોય છે.
ડાયલોગ :
- विराट बक्षी कोई दिवार का अमिताभ बच्चन नहि की फेके हुए पैसे मैं नहि उड़ाता एसा बोलेगा, जाओ उसको खरीद लो
- उन्होंने मुझे सबकुछ दिया है सिवाय के वक्त
ગીત :
- बम बम बोले शंभू
- “लग जा गले कि फिर ये हसीं रात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो
लग जा गले से …
- अजीब दास्ताँ है ये, कहाँ शुरू, कहाँ ख़तम
ये मंज़िलें हैं कौन सी, ना वो समझ सके, ना हम
ખરેખર દર્શકો મલ્ટિપ્લેક્ષની બહાર નીકળે ત્યારે એ જ વિચારતા હશે કે સલમાન સિકંદર બનાવીને કયો સંદેશ આપવા માંગે છે એ ना वो समझ सके, ना हम |