Published By : Patel Shital
- સેનાએ 500 પ્રવાસીઓને બચાવી લીધા…
ઉત્તરી સિક્કિમમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ બ્લોક થતા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. પ્રવાસીઓને બચાવી તેમને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યાં હતા. સેના દ્વારા 500 કરતાં વધુ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. સેના દ્વારા પ્રવાસીઓની તબીબી ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરિયાત જણાતા સારવાર આપવામાં આવી હતી. તેમજ ખાવા અને રહેવાની સગવડ કરવામાં આવી હતી. ઉત્તરી સિક્કિમમાં 213 પુરુષો 113 મહિલાઓ અને 54 બાળકો ભારે વરસાદના પગલે થયેલ ભૂ સ્ખલનમાં ફસાઈ ગયા હતા ત્યારે સેના દ્વારા ફસાયેલા આશરે 500 પ્રવાસીઓનુ રેસક્યું કરવામાં આવ્યું હતું.