બોલીવુડના મશહૂર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ અત્યારે હંમેશા એકબીજા સાથે જોવા મળી રહ્યા છે. બંને પોતાના બિઝી શેડ્યુલને બાજુમાં મૂકીને પોતાના પરિવારને સમય આપી રહ્યા છે. દરમિયાન કેટરીના પોતાના દિયર અને સાસુ સાથે પોતાનો મોટાભાગનો સમય પસાર કરતી જોવા મળે છે.
તાજેતરમાં જ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ ગણપતિ બાપ્પાના આશીર્વાદ માટે પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા. તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે એક્ટર અને એક્ટ્રેસ લાઈનમાં ઊભા રહીને બાપ્પાના આશીર્વાદ લઈ રહ્યા છે. કપલની પાછળ ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે.

એક તસવીરમાં પંડિત કપલને બાપ્પાની તસવીર ભેટ કરતા જોવા મળી રહ્યા છે. કેટરીનાએ આ ખાસ અવસરે માથે દુપટ્ટો રાખેલો છે. તાજેતરમાં જ ન્યુ યર પર કેટરીના અને વિક્કી કૌશલ રાજસ્થાનમાં સમય પસાર કરી રહ્યા હતા. વિક્કી અને કેટરીનાએ રણથંભોરને નવા વર્ષના સેલિબ્રેશન માટે પસંદ કર્યુ હતુ.