Published by : Anu Shukla
- સૂર્યગઢ પેલેસ રાજસ્થાન ઇન્ડિયામા શુભ લગ્નના પ્રસંગો યોજાશે…
આજથી સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની વિધિઓની શરુઆત થઈ ગઈ છે ત્યારે સમગ્ર બોલીવુડ અને ફિલ્મ રસીયાઓની નજર આ મહત્વના લગ્ન પ્રસંગ પર છે ત્યારે સમગ્ર દેશમા આ પ્રસંગ અંગે ચર્ચા ચાલી રહી છે.
વર્ષ 2023ના સો પ્રથમ બોલિવૂડ કપલની લગ્નની શરણાઈઓના શૂર ગુંજી ઊઠયા છે. કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં યોજાયા છે. લગ્નનાં ભવ્ય કાર્યક્રમો આજથી 6 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ લગ્નમાં અંદાજે 100-125 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્નમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન, મનીષ મલ્હોત્રા, કરન જોહર, વરુણ ધવન, શાહિદ કપૂર-મીરા રાજપૂત અને ઈશા અંબાણી સહિત અનેક સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના કારણે લગ્ન પહેલાં તમામ સુરક્ષાની ચકાસણી કરવામાં આવી હતી.
કિઆરા-સિદ્ધાર્થે ભારતનાં ટોપ 15 વેડિંગ ડેસ્ટિનેશનમાં સામેલ જગ્યાની પસંદગી કરી છે. આ સ્થળ મુંબઈથી હજારો કિલોમીટર દૂર છે. ક્યૂટ કપલે જેસલમેરની રેતી વચ્ચે આવેલી સૂર્યગઢ હોટલમાં લગ્ન કરવાનો પ્લાન કર્યો છે. હાલમા આ ભવ્ય લગ્ન પ્રસંગના કાર્યક્રમોની શરુઆત થઈ ચૂકી છે.