Published by : Rana Kajal
એશિયાની ફાયનાન્સ નગરી તરીકે વિખ્યાત હોંગકોંગના નેતા અને સીઇઓ જ્હોન લીએ પ્રવાસીઓને ફરી હોંગકોંગમાં આકર્ષવા માટે ૨૧૦૦ કરોડ રૂપિયાની કિંમતની વિમાનની ટિકિટો મફત વહેંચવાની જાહેરાત કરી છે. લીએ વિશ્વના સૌથી મોટા સ્વાગત કાર્યક્રમ હેલો હોંગકોંગની જાહેરાત બિઝનેસ લીડર્સ અને પ્રવાસન ક્ષેત્રના મહારથીઓ સમક્ષ નૃત્યાંગના અને ચમકતી રોશનીથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરશે.
કેથે પેસેફિક, હોંગકોંગ એેક્સપ્રેસ અને હોંગકોંગ એરલાઇન્સને આ મફત ટિકિટો વિદેશથી આવનારા મુલાકાતીઓને નિ:શુલ્ક વહેંચવા માટે આપવામાં આવશે. પહેલી માર્ચથી છ મહિના માટે આ ટિકિટો વહેંચવામાં આવશે. કોરોના મહામારી પૂર્વે હોંગકોંગમાં દર વર્ષે આશરે પાંચ કરોડ લોકો આવતા હતા પણ છેલ્લા બે વર્ષમાં હોંગકોંગ દ્વારા આકરા કોરોના નિયંત્રણો લાદવામાં આવતાં ૨૦૨૨માં મુલાકાતીઓની સંખ્યા ઘટીને છ લાખ થઇ ગઇ હતી. હોંગકોંગ ટુરિઝમ બોર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડેન ચેંગે જણાવ્યું હતું કે મુલાકાતીઓ માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે તે પછી વિમાન પ્રવાસની મફત ટિકિટો માટે વિજ્ઞાપન ઝૂંબેશ શરૂ કરવામાં આવશે.