Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસીટી બસ ભડ ભડ સળગી ઉઠી….. 27મુસાફરોનો ચમત્કારિક બચાવ… પતંગનો માંડવો પણ...

સીટી બસ ભડ ભડ સળગી ઉઠી….. 27મુસાફરોનો ચમત્કારિક બચાવ… પતંગનો માંડવો પણ સળગી ગયો…..

અગમ્ય કારણોસર એસ.ટી.બસો અને અન્ય બસોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે સાયણમાં સિટી બસ સળગી ઉઠી હોવાનો બનાવ બન્યો હતો. જોકે આ બનાવમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સુરતની બ્લૂ કલરની સિટી બસમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સાયણ ખાતે સિટી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બોનેટમાંથી લાગેલી આગ સમગ્ર બસમાં ફેલાઈ ગઈ હતી. DRGD હાઈસ્કૂલની સામે બસમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે બાજુમાં રહેલો પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો. આગને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસમાં સવાર 27 મુસાફરનો ડ્રાઈવરની સમયસૂચકતાને પગલે આબાદ બચાવ થયો હતો.
બસ સુરતથી નીકળી હતી.

સુરત રેલવે સ્ટેશનથી સિટી બસ સાયણ જવા નીકળી હતી. આ દરમિયાન સાયણ ખાતે આવેલી ડીઆરજીડી હાઈસ્કૂલની સામે જ બસના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી ડ્રાઈવરે સમયસૂચકતા દર્શાવીને મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. બાદમાં આગ વધુ ઝડપથી ફેલાવા લાગી હતી, જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો.સિટી બસમાં આગ એટલી ભીષણ હતી કે બસ તો આગમાં ખાક થઈ ગઈ હતી, પરંતુ સાથે જ સળગતી બસની બાજુમાં જે પતંગનો મંડપ ઊભો કરાયેલો હતો એમાં પણ તણખો પડતાં પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો.

બસમાં 27 જેટલા મુસાફરો હતા

સુરતથી નીકળેલી બસમાં સાયણ સુધીમાં 27 મુસાફર પ્રવાસ કરી રહ્યા હતા. જોકે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થઈ ગયો હતો. મુસાફરો અને સ્થાનિક લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!