અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર સીટી સેન્ટર કોમ્પ્લેક્ષ સ્થિત રાજ એન્ટર પ્રાઈઝની ઓફિસમાં રસિક નાનું પાંસુરિયા બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી ૩૨ હજાર રોકડા મળી કુલ ૪૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા મુખ્ય સુત્રધાર રસિક નાનું પાંસુરિયા,ગોવિંદ હાથીયા ભેડા,પ્રદીપ કરશન પટેલને ઝડપી પાડ્યો હતો.