Home News Update Nation Update સીમા હૈદર નુ શું થશે…તે પાકિસ્તાન જશે તો ત્યાના ના કાયદા પ્રમાણે...

સીમા હૈદર નુ શું થશે…તે પાકિસ્તાન જશે તો ત્યાના ના કાયદા પ્રમાણે શું થશે સજા?… ઠેર ઠેર ચાલતી ચર્ચા…

0

Published By:-Bhavika Sasiya

  • પ્રેમમાં અંધ બની પાકિસ્તાન થી ભારત આવેલ સીમા હૈદર નુ શું થશે તે પાકિસ્તાન જાય તો કેવી સજા થશે તેની ચર્ચા ભારતમાં ઠેર ઠેર થઈ રહી છે …

હાલ જ્યારે ઍક તરફ અંજુએ ભારતથી પાકિસ્તાન જઈને તેના પ્રેમી સાથે લગ્ન કર્યા અને બીજી તરફ સીમા હૈદર પાકિસ્તાનથી ભારત આવી અને સચિન સાથે લગ્ન કર્યા. દેખીતી રીતે, આ બંને કિસ્સાઓ સમાન લાગે છે, જો કે,ક્દાચ બન્ને બનાવોનું પરિણામ સમાન ન પણ હોઈ શકે. તેનું કારણએ છે કે અંજુ જ્યારે ભારત આવશે ત્યારે તેને કાયદેસર રીતે કંઈ થશે નહીં, તેનો પરિવાર ગુસ્સે થઈ શકે છે અને વધુમાં વધુ તેણે તેના પરિવારથી દૂર રહેવું પડશે.

પણ જો સીમા પાકિસ્તાન જાય તો? શું સીમાને પાકિસ્તાનમાં કોઈ કાનૂની સમસ્યા થઈ શકે નહીં, એવું વિચારી ન શકાય કારણ કે પાકિસ્તાનના કાયદા મુજબ સીમાએ જે કર્યું છે તે ગુનો છે અને તેને તેની સજા મળશે. વધુ વિગતે જોતા સીમા સાથેનો મુદ્દો એ છે કે તે પરિણીત છે અને તેના ચાર બાળકો છે. આવી સ્થિતિમાં, જ્યારે પાકિસ્તાનમાં કોઈ મહિલા તેના પહેલા પતિને છૂટાછેડા આપ્યા વિના અન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, તો તેને પાકિસ્તાની કાયદા અનુસાર વ્યભિચાર માનવામાં આવે છે અને આ કિસ્સામાં, પાકિસ્તાની કાયદા હેઠળ, મહિલાને જેલની અથવા મૃત્યુદંડની સજા થઈ શકે છે. એટલે કે જો સીમા હૈદર પાકિસ્તાન જશે તો તેને કાયદા મુજબ જેલમાં મોકલવામાં આવશે અને તેને મોતની સજા સંભળાવવામાં આવશે તેવું પણ થઈ શકે છે.જોકે, આ બાબતમાં પુરુષોને છૂટ આપવામાં આવી છે. તે અન્ય ધર્મની છોકરી સાથે લગ્ન કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આ માટે તેણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપવાની પણ જરૂર નથી. જ્યારે પાકિસ્તાનમાં કોઈ મુસ્લિમ છોકરી બિન-મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરી શકતી નથી. એટલે કે, જો તમે પાકિસ્તાનની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા માંગો છો, તો તમારે આ માટે તમારો ધર્મ બદલવો પડશે, તો જ આ લગ્નને પાકિસ્તાનમાં માન્યતા આપવામાં આવશે. જો કે, વિશ્વમાં કેટલાક મુસ્લિમ દેશો છે જે આ નિયમનું પાલન કરતા નથી અને ત્યાં મુસ્લિમ મહિલાઓને કોઈપણ ધર્મના છોકરાઓ સાથે લગ્ન કરવાની સ્વતંત્રતા છે. જેમાં તુર્કી અને ટ્યુનિશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version