Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસી.આર.પાટીલે કહ્યુ 2024માં હુ હોઉ કે ન હોઉ 2022 જેવી જ જીત...

સી.આર.પાટીલે કહ્યુ 2024માં હુ હોઉ કે ન હોઉ 2022 જેવી જ જીત મળવી જોઇએ…

Published by : Anu Shukla

ગાંધીનગર કમલમ ખાતે મળેલી ભાજપની બેઠકમાં સી.આર.પાટીલે પોતાની ટીમને સંબોધીને કહ્યું કે 2024મા હું હોઉ કે ન હોઉ પરંતુ જીત તો 2022 જેવી જ મળવી જોઇએ.

2024માં લોકસભાની ચૂંટણી આવશે જેને લઇ ભાજપ પાર્ટીએ ગાંધીનગર કમલમ ખાતે સી.આર.પાટીલે જીલ્લા અધ્યક્ષ, પદાધિકારીઓ, મોરચા અને સેલના હોદ્દેદારો તેમજ જીલ્લા અને સંગઠનના નેતાઓ સાથે બેઠક કરી 2024ની ચૂંટણી જીતવાની તૈયારી શરુ કરી દીઘી છે. તેમણે જણાવ્યુ કે 2022ની ચૂંટણીમાં જે મજબૂત ડેટાબેંક તૈયાર થયો છે તેના ઉપયોગ 2024ની ચૂંટણીમાં કરવો. 2024મા હું હોઉ કે ન હોઉ પરંતુ જીત તો 2022 જેવી જ મળવી જોઇએ.
20 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ટર્મ પૂરી થાય છે જેથી તેમના સ્થાને નવા નામની જાહેરાત થશે. જેના પગલે ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ફેરફાર થશે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ ફેરફાર થાય તેવી સંભાવના છે. તેવામાં સી.આર.પાટીલને રાષ્ટ્રીય સ્તરે કોઇ જવાબદારી મળી શકે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!