Published by : Vanshika Gor
છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ ડીઆરજી જવાનો શહીદ થયા છે. મૃતકોમાં ASI રામુરામ નાગ, આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ કુંજમ જોગા અને કોન્સ્ટેબલ વંજમ ભીમાનો સમાવેશ થાય છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સુકમા જિલ્લાના કુંદેડ પાસે નક્સલવાદીઓ અને DRG જવાનો વચ્ચે અથડામણ ચાલી રહ્યું છે. આ અથડામણમાં ગોળી વાગવાથી ત્રણ જવાનો શહીદ થયા છે જ્યારે બે જવાનો ઘાયલ હોવાના સમાચાર મળી રહ્યા છે.
આજે સવારેથી ડીઆરજી જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. દંતેવાડા અને સુકમાથી ડીઆરજી જવાનો રવાના થયા હતા. ડીઆરજીની ટીમ સુકમાના જગરગુંડા પોલીસ સ્ટેશનથી નક્સલ પેટ્રોલિંગ માટે રવાના થઈ હતી. ઓપરેશન દરમિયાન, સવારે જાગરગુંડા અને કુંદેડ વચ્ચે પોલીસની ટીમ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થયું હતું.