Published By:-Bhavika Sasiya
ભરૂચ નગર પાલીકાની સામાન્ય સભામાં પાણી વેરો રૂ 990 થી વધારીને 1500 કરવા અંગે તેમજ સફાઈ વેરો મિલકત વેરાના 15 ટકા થી વધારીને 20 ટકા અને એજ રીતે લાઈટ વેરો પણ મિલકત વેરાના 15 ટકા થી વધારીને 20 ટકા કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સુચિત કરવેરા અંગે નગરનાં રહીશોનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ત્રણ હજાર કરતા વધુ લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે
પ્રોસીજર મુજબ સૂચિત કરવેરા અંગે નગરપાલિકા દ્વારા લોકોના અભિપ્રાય મેળવવા માટે જાહેરાત આપવામાં આવી હતી.
અભિપ્રાય આપવાની છેલ્લી તારીખ તા.26 મી મે ના રોજ પુર્ણ થતા ત્રણ હજાર કરતા વધુ લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા . હવે નિષ્ણાતોના જણાવ્યાં મુજબ ભરૂચ નગર પાલીકા દ્વારા સરકારને લોકોએ આપેલ અભિપ્રાય અંગે જાણ કરવામાં આવશે. ત્યાર બાદ કરવેરા અંગે નિર્ણય લઈ શકાશે.
તો કેટલાકે એવો અભિપ્રાય પણ આપ્યો હતો કે આ અંગે કલમ 258 હેથળ પણ રજુઆત કરી શકાય છે.