Published by : Vanshika Gor
ઘણા દિવસોની શાંતિ પછી, સુદાનની રાજધાની ખાર્તુમ અને તેના પડોશી શહેર ઓમદુર્મન શુક્રવારે સવારે વિસ્ફોટો અને ગોળીબારથી ઘેરાઈ વળ્યો છે.. આફ્રિકન દેશના બે ટોચના સેનાપતિઓ વચ્ચે પ્રભાવની લડાઈમાં બે અઠવાડિયાથી આખો પ્રદેશ હિંસામાં ઘેરાયેલો છે.
આ દરમિયાન સેંકડો લોકોના મોત થયા છે. ભારતીયો સહિત હજારો વિદેશી નાગરિકો પણ ત્યાં ફસાયેલા છે. સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની લડાઈમાં ખાર્તુમ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. દરેક ખૂણે સળગી ગયેલી ઇમારતો અને નાશ પામેલી નાગરિક સુવિધાઓ વધુ ખરાબ દ્રશ્યો બતાવે છે.
આમ તો ભારતના વિદેશ મંત્રીની વાત પછી ભારતના નાગરિકને ભારત લાવા પાછળ સફળતા પ્રાપ્ત થઇ છે.એક આખી ઝુંબેશ કાવેરી ના નામથી સારું થઇ છે..
ખાર્તુમમાં, આર્મી હેડક્વાર્ટર, રિપબ્લિકન પેલેસ (પ્રેસિડેન્શિયલ પેલેસ) અને ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક લડાઈ થઈ રહી છે. આખું સરકારી તંત્ર તૂટી પડ્યું છે અને સામાન્ય માણસને સાંભળનાર કોઈ જ નથી…ડોકટરો અને નર્સોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે, જેમની પાસેથી તેઓ લડાઈમાં ઘાયલ થયેલા પોતાના લોકોની સારવાર કરાવી રહ્યા છે.આમ હજી કેટલી પરિસ્થિતિ બગડશેને હજી કેટલા લોકો આ હિંસામાં ભોગ બનશે એનું કોઈ અનુમાન લગાવી શકાય એમ નથી…