Published by : Rana Kajal
હાલ સુદાનની સેના અને અર્ધ સૈનિક દળ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે. આ જંગમાં 100 કરતા વધુ વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનો અંદાજ છે. જેમાં એક ભારતીય વ્યક્તિનો પણ સમાવેશ થાય છે જૉકે ભારત સરકાર મૃતકના પરિવાર જન સાથે સંપર્કમાં છે. આ અંગે વિગતે જોતાં હાલ સુદાનની સેના અને અર્ધ સૈનિક દળ વચ્ચે ભીષણ જંગ ચાલી રહયો છે. આ જંગમાં ઘણા લોકોનાં મોત નીપજ્યા છે. મોત પામેલામાં એક ભારતીય નાગરીકનું પણ મોત નીપજ્યું હતું. ભારતીય નાગરીકનું મોત થયું હોવાની જાણ થતાં જ ભારતની સરકારે સંપર્ક કરી તપાસ કરતા મૃતકનું નામ આલ્બર્ટ ઓગેસ્ટાઈન હોવાનુ જણાયું હતું. ભારત સરકાર મૃતકના સગા-સબંધીઓને તમામ સહાય કરી રહી છે.