Published by : Rana Kajal
સુદાનમાં આતંરિક લડાઈમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા અંગે ઓપરેશન કાવેરી શરૂ કરવામા આવ્યું છે. સુદાન થી ભારત પરત આવતાં ભારતીયો માં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાત રાજયના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે સુદાનમા ફસાયેલા ભારતીયોને પરત આવી રહ્યા છે તેમા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે મંત્રી હર્ષ સંઘવીએ એમ પણ જણાવ્યું કે હાલ 38 જેટલા ગુજરાતીઓ પરત લવાઈ રહ્યા છે. જેઓ સ્પેશિયલ વિમાન દ્વારા મુંબઇ આવતા હોય તેમને વતન પહોચાડવા માટે મુંબઇ એરપોર્ટ પર વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે સુદાનમાં કેટલા ગુજરાતીઓ ફસાયા છે તે અંગેની ચોક્કસ માહિતી મંત્રી આપી શક્યા ન હતા.