Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસુપરસાઈઝ બેબીનો જન્મ થયો...જન્મસમયે 7 કિલો વજન અને 2 ફૂટ લંબાઈ....તબીબો પણ...

સુપરસાઈઝ બેબીનો જન્મ થયો…જન્મસમયે 7 કિલો વજન અને 2 ફૂટ લંબાઈ….તબીબો પણ જોઈને દંગ રહી ગયા…

Published by : Rana Kajal

સોથી લાંબા અને સોથી વધુ વજન ધરાવતા સુપરસાઈઝ બાળકનો જન્મ બ્રાઝિલમાં થતા આ બાળકને જોઈ તબીબો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા….

બ્રાઝિલમા  એક મહિલાએ 2 ફૂટ લાંબા અને 7 કિલો વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો છે. બાળકની હાઈટ અને વજન જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા હતા. તેમણે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી જન્મેલા બાળકોમાંથી આ સૌથી મોટું બાળક છે.બાળક એટલું મોટું હતું કે માતા-પિતાએ ખરીદેલા કપડામાં તે ફિટ ન આવી શક્યું. જૉકે નવજાત બાળક અને તેની માતા બંને હાલ સ્વસ્થ છે. જન્મ સમયે સમયે બાળકનું વજન 7 કિલોથી થોડો વધારે હતું. તેની લંબાઈ 2 ફૂટ હતી. ડોક્ટરે બાળકને ‘સુપરસાઈઝ બેબી’ કહ્યું. અત્યાર સુધી જન્મેલા તમામ બાળકોમાં સૌથી મોટું બાળક છે. કારણ કે આની પહેલા જન્મેલા બાળકનું વજન 5.5 કિલો અને 1.8 ફૂટ હાઈટ હતી.

જ્યારે બાળકની 27 વર્ષીય માતાનું નામ ક્લીડિયન સેન્ટોસ છે. તે નિયમિત પ્રેગ્નન્સી ટેસ્ટ માટે હોસ્પિટલ ગઈ હતી. પરંતુ ચેકઅપ પછી ડોક્ટરે જણાવ્યુ કે તેમને સિઝરિયન સેક્શનમાં રાખવા પડશે. બીજા જ દિવસે સેન્ટોસે બાળકને જન્મ આપ્યો. તેમણે બાળકનું નામ એંગર્સન રાખ્યું. જન્મ સમયે એંગર્સનની હાઈટ 59 સેન્ટિમીટર હતી, જે નવજાત શિશુના એવરેજથી આઠ સેન્ટિમીટર વધુ હતી. તે એટલો મોટો હતો કે, તેની માતા-પિતાએ ખરીદેલા કપડા તેને ફિટ ન આવ્યા. એંગર્સનનું વજન એક વર્ષના બાળક જેટલું હતું.

એંગર્સનની માતા સેન્ટોસને પાંચ બાળકો છે. તેમણે કહ્યું-મેં વિચાર્યું ન હતું, મેં એવું વિચાર્યું હતું કે બાળક ચાર કિલોનું હશે, પરંતુ તે સાત કિલોનું આવ્યું. હું ડોક્ટરની ટીમને ધન્યવાદ કહીશ, જેમણે મારો ઈલાજ કર્યો. હું 40 સપ્તાહથી પ્રેગ્નન્ટ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security