Published By:-Bhavika Sasiya
ભારત દેશમાં જયારે કોઈ ખેલાડી કે ટીમ કોઈપણ રમતમાં સારૂ પ્રદર્શન કરે તો તેનું માનસન્માન કરવામાં આવે છે પરંતુ ફૂટબોલના પ્રસિદ્ધ ખેલાડી મેસીનુ સન્માન ન થવાથી તે નારાજ થયો છે.
આ અંગે વધુ વિગતે જોતા આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબૉલર લિયોનેલ મેસીએ કહ્યું છે કે ‘મારા દેશની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના પ્રત્યેક ખેલાડીનું તેમની પ્રોફેશનલ ફુટબૉલ ક્લબે વિશ્વવિજેતા બનવા બદલ સન્માન કર્યું હતું, પરંતુ હું વર્લ્ડ કપ વખતે ( ભૂતપૂર્વ ટીમ)પીએસજી (પૅરિસ સેન્ટ-જર્મેઇન) ક્લબની ટીમમાં હતો એમ છતાં એ ક્લબે ક્યારેય મારું બહુમાન નહોતું કર્યું.’
જોકે મેસીએ એવું પણ કહ્યું છે કે ‘પીએસજીએ મારું બહુમાન કેમ ન કર્યું એ સમજી શકાય, કારણ કે વર્લ્ડ કપની ફાઇનલમાં અમારા દેશે (આર્જેન્ટિનાએ) એમના દેશ ફ્રાન્સની ટીમને હરાવી હતી.’ આમ એક મહાન ફૂટબોલ ખેલાડી તેનું સન્માન ન થવાથી નારાજ થયો છે..




