Home News Update Nation Update સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ ત્રીજી વખત બન્યું…કોર્ટમાં તમામ મહિલા જજ બેંચ…

સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ ત્રીજી વખત બન્યું…કોર્ટમાં તમામ મહિલા જજ બેંચ…

0
  • 4 વર્ષમાં બીજી તક…2 જજોએ 32 કેસની સુનાવણી કરી…

સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં મહિલા ન્યાયાધીશોની અલગ બેન્ચ હોતી નથી. પરંતુ ગુરુવારે માત્ર મહિલા જજોની બેંચની રચના કરવામાં આવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની બેન્ચ કોર્ટ નંબર 11માં બેઠી હતી. બેન્ચે 32 કેસની સુનાવણી કરી હતી. જેમાંથી 10 લગ્ન સંબંધી વિવાદો સાથે સંબંધિત હતા. 11 જામીન સંબંધિત ટ્રાન્સફર અરજીઓ અને અન્ય 11 વિવિધ વિવાદો સાથે સંબંધિત હતી.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આદિશ ચંદ્ર અગ્રવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ ત્રીજી વખત બન્યું છે. વર્ષ 2013માં પ્રથમ વખત જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા અને જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની બેન્ચની રચના કરવામાં આવી હતી. બીજી તક વર્ષ 2018માં આવી. ત્યારબાદ જસ્ટિસ આર. ભાનુમતી અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની બેન્ચની રચના કરવામાં આવી હતી.

  • સુપ્રીમ કોર્ટમાં 3 મહિલા જજ છે. જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ બી.વી. નાગરત્ન અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી. જસ્ટિસ નાગરત્ન 2027માં પ્રથમ મહિલા CJI બની શકે છે.
  • 1989માં સુપ્રીમ કોર્ટને જસ્ટિસ એમ. ફાતિમા બીવીના રૂપમાં તેની પ્રથમ મહિલા જજ મળી.
  • સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં અત્યાર સુધી 10 મહિલાઓ જજ રહી ચૂકી છે.
  • સુપ્રીમ કોર્ટમાં એક દિવસમાં વધુમાં વધુ 3 મહિલા વકીલોએ દલીલો રજૂ કરી છે. આવું 33 વખત બન્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version