- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ સુરભી ડેરીમાં 50 થી 60 લોકોનું ટોળું એકાએક ઘૂસી આવ્યું હતું અને દુકાનમાં તોડફોડ કરી ભાગી ગયા હતા. હાલ આ મામલે દુકાન માલિકે પોલીસ ફરિયાદ કરી છે.
સુરત શહેરમાં આવેલ અડાજણમાં હની પાર્ક રોડ ઉપર સુરભી ડેરીમાં આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ 50 થી 60 લોકોને ટોળું ઘુસી ગયું હતું. અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં આજે દૂધ વેચવા ઉપર પ્રતિબંધ છે તો તમે શા માટે દૂધ વેચો છો તેમ કહી દુકાનમાં તોડફોડ કરી હતી. તોડફોડ કરતાં જ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડેરીમાં તોડફોડની સમગ્ર ઘટના ડેરીમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છેકે, ડેરીની બહાર લોખંડનો પાઇપ લઈ કેટલાક લોકો બહાર ઊભા છે. અને ત્યારબાદ આ ટોળું ડેરીની અંદર જતું નજરે પડી રહ્યું છે. અને અચાનક જ લોખંડના પાઇપ અને ડંડો વડે ઉભા રહેલા લોકો દ્વારા ડેરીમાં તોડફોડ કરવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ આ ટોળું જતું રહે છે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)