- મોનીકાએ આપઘાત પેહલા તેના પિતા સાથે કરેલી વાતનો ઓડિયો સામે આવ્યો
સુરતના મોટા વરાછા વિસ્તારમાં 29 વર્ષીય પરીણિતાને ઝેરી દવા પીવડાવવામાં આવી હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મોનીકાના પરિવારે સાસરિયાના કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ મામલે હજી સુધી પોલીસે વખતે ત્રણ લોકોની ધરપકડ કરી છે. એમાં પોલીસે સાસુ, સસરા અને નણદની ધરપકડ કરી છે. હજી સુધી અન્ય ચાર લોકોની પોલીસે ધરપકડ કરી નથી.જોકે મૃતક મોનીકાએ આપઘાત પેહલા તેના પિતા સાથે કરેલી વાતનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં મોનિકા કહી રહી છે કે, એવું લાગે છે સાસરિયાએ ખાવામાં કંઈક નાખી દીધું છે.

મોનિકાના આજથી 6 વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં અને એક સંતાન પણ છે. તેનો પતિ ટેનિશ વેકરિયા ઈઝરાયેલમાં હીરાનો વ્યવસાય કરે છે. પતિ મોનિકાને વારંવાર કહેતો હતો કે, તું મને ગમતી નથી તેને બીજી કોઈ યુવતી ગમતી હોવાથી છુટાછેડા આપવા માટે દબાણ કરતો હતો અને ત્રાસ આપતો હતો. સાસુ, સસરા, નણંદ અને નણદોઈ મોનિકા છેલ્લા બે મહિનાથી માનસિક ત્રાસ આપી હેરાન કરતા હતા. પોલીસે આ મામલે ઢીલાઈથી કામ કરી હોવાનું મોનિકાના પરિવારને લાગતા આજે પરિવાર પોલીસ કમિશનરને રજુઆત માટે પહોંચ્યુ છે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)