સુરતના વડોદ ગામના પાંડેસરા વિસ્તારના ગેસ લીકેજ થતા 14 વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું હતું. ગેસ લીક થતા 4 લોકો બેભાન થઇ ગયા હતા.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામમાં પરિવાર રાત્રિના સમયે નીંદર માણી રહ્યો હતો. તે દરમિયાન ઘરમાં રહેલ ગેસ સિલિન્ડર એકાએક લીક થવાની ઘટના બની હતી. ઘટનાને પગલે પરિવારના સભ્યો ગૂંગળામણથી બેભાન થઇ ગયા હતા. નજીકમાં રહેતા સંબંધી તેઓના ઘરે જતા તમામ લોકો બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. પાંચ લોકોને 108 સેવાની મદદ વડે તાત્કાલિક સારવાર અર્થે અર્થવ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ 14 વર્ષીય કિશોરીને મૃત જાહેર કરી હતી. તો અન્ય ચાર સભ્યોની હાલત હાલ સ્થિર છે.

(ઇનપુટ : જયેન્દ્ર પાંંડે, સુરત)