- ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા
સુરતના ભાઠેના શિવ ટાઉનશીપમાં નજીવી બાબતે માથાકૂટ થતા પોલીસ જવાનોએ યુવકને માર મારવાની ઘટના સામે આવી છે. ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
સુરતના રણછોડ નગર સોસાયટી ખાતેનો પ્રસંગ પૂર્ણ કરી યુવક પરત ફરી રહ્યો હતો. દરમિયાન યુવક શિવ ટાઉનશીપ ખાતે વાસણ મુકવા જઈ રહ્યો હતો. તે વેળાએ યુવક સાથે નજીવી બાબતે માથાફૂટ થતા પોલીસ જવાનો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હતો. યુવક સાથેના અન્ય લોકો ભાગી છૂટ્યા હતા.પોતે કઈ કર્યું ન હોય શા માટે ભાગવું તેમ સમજી યુવક અને.તેનો મિત્ર થોભી ગયા હતા.જ્યાં પીસીઆર વાનમાં આવી ચઢેલા પોલીસ જવાનોએ દબંગાઈ બતાવી હતી. આ અંગેના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)