સુરત
ગતરોજ રાત્રી દરમિયાન સુરત શહેરના નાકે આવેલ હજીરા અદાણી પોર્ટ પર એક બોટ ઉપર 10 લોકો સવાર હતા. તેમાં અચાનક જ બોટ પલતા 10 લોકો ડુબીયા હતા. જેમાં 8નો આબાદ બચાવ 2 લોકો લાપતા થતા હાલ ફાયર વિભાગએ રેસ્ક્યુ હાથ ધરીયું.
ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં સાયકોલોનિક લો પ્રેસરની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા દરિયાકિનારે માછીમારોને દરિયો ખેડવા માટે ના કહેવામાં આવ્યું છે. તથા મધ્યમ વરસાદ ની આગાહી પણ કરવામાં આવી છે. જેને લઈને ગઈકાલ હજીરા અદાણી પોર્ટ પર ગતરોજ રાત્રી દરમિયાન રો રો ફેરીને પાર્ક કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી બોટ જેમાં 10 લોકો સવાર હતા.તે બોટ અચાનક પલ્ટી જતા 10 લોકો ડૂબ્યા હતા. જોકે એ સ્થાનિકોના મદદથી 8 લોકોનેં બચાવી લેવામાં આવ્યા હતા. અને 2 લોકો લાપતા થતા તેમને હાલ ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)