Published by : Rana kajal
સુરતની નવી સિવિલ હોસ્પિટલ આધુનિક બની રહ્યી છે. સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નલ રેફરેન્સ સિસ્ટમ એપ કાર્યરત કરવામાં આવશે. જે થકી ડૉક્ટર જે તે વોર્ડના દર્દી પાસે જઈને તેમની સારવાર કરશે.સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ઝડપથી સુવિધાઓ સારવાર મળી રહેશે.ઇન્ટર્નલ રેફરેન્સ સિસ્ટમ એપથી જે તે વિભાગના ડોક્ટરને એપ્લિકેશનથી તાત્કાલિક જાણ કરવામાં આવશે.આ સિસ્ટમ હાલ પૂરતું કઈ રીતે કાર્ય કરે છે તેની માટે શરુ કરવામાં આવ્યું છે.ડીજીટલ રેફરન્સીસ સીસ્ટમની સુવિધાથી વિવિધ વિભાગમાં દાખલ દર્દીના સારવાર સંબંધિત નીકળતા અન્ય વિભાગને લગતા આંતરીક રેફરન્સના નોટીફીકેશન જે તે વિભાગના ડોક્ટરના મોબાઇલ ફોન ઉપર જ આવશે તથા ડોક્ટર જે તે વોર્ડમાં આવીને રેફરન્સવાળા દર્દીની ચકાસણી કરી જરૂરી સારવાર પણ આપી શકશે.

આ ડીજીટલ સુવિધાના લાભો જેવા કે, જે તે ડોકટરને ડીજીટલ રેફરન્સ મળતા ડોક્ટર રેફરન્સવાળા વોર્ડમાં બેડ સાઇડ આવીને દાખલ કરવામાં આવેલ દર્દીની ચકાસણી કરી સારવાર આપી શકશે, દર્દી માટે કરેલ અન્ય વિભાગનું રેફરન્સ રીઅલ ટાઇમમાં જ જે તે વિભાગના ડૉક્ટરને મળતા ઇમરજન્સી રેફરન્સમાં ડોક્ટર સત્વરે આવીને દર્દીની ચકાસણી કરી શકશે. મેન્યુઅલ પધ્ધતિથી મોકલવામાં આવતા રેફરન્સમાં વપરાતા માનવબળની બચત અને બિનજરૂરી માનવ કલાકોના સમયનો વ્યય થતો અટકાવી શકાશે. જેથી દર્દીઓ માટે વધુ સારી રીતે સારવાર માટે માનવબળ વાપરી શકાય. આમ, જે તે વિભાગના અને યુનિટના તબીબને મળતા ડીજીટલ રેફરન્સીસમાં રોજીંદા કેટલા દર્દીને તપાસીને સારવાર કરવામાં આવી તે અંગેનું સીધે સીધુ મોનીટરીંગ જે તે વિભાગના વડા અને યુનિટના હેડ સાથે કરી શકશે. પરીણામે રોજીંદી કરવામાં આવતી કામગીરીનું Real-time Documentation થઇ શકશે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે , સુરત )