હેટ સ્પીચના મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ રાજકારણીઑ સામે લાલ આંખ કરી છે. ચૂંટણી આવે ત્યારે વિવાદિત નિવેદન અથવા તો સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટના કારણે રાજકીય આગેવાનો ચર્ચામાં રહેતા હોય છે. કોઈકને નીચા દેખાડવામાં ક્યારેક આવા નિવેદનોથી કોઈક અપમાનિત પણ થતું હોય છે. પરંતુ તેનું ભાન કદાચ રાજકીય ઘેલછામાં મદમસ્ત લોકો ભૂલી જતાં હોય છે. આવી જ એક વિવાદિત પોસ્ટથી સુરતની ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન ચર્ચામાં આવી છે. જેણે તમામ હદો વટાવી લોકશાહીના જેવો રાજા છે. તેવા મતદારોની તુલના ભિક્ષુક સાથે કરી નાખી છે. સુરત ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા ગીતાંજલી ઇટાલીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીને મતથી ગુજરાતમાં ભિખારીની વસ્તી ગણતરી થઇ જશે. જોકે તેમણે આમ આદમી પાર્ટીને મત આપનારાઓને ભાજપના મહિલા કાર્યકર્તાએ ભિખારી ગણાવ્યા છે.
