- લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં પણ તેની નોંધ લેવામા આવી…
સુરતનો શશાંક તંબોલી ભારતનો સૌથી નાની ઉંમરે CA, CS, અને CMA ની પરીક્ષા પાસ કરનારો વિદ્યાર્થી બની ગયો છે.
સુરતના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રે સતત પ્રગતિ કરી સુરતનુ ગૌરવ વધારી રહ્યા છે ત્યારે ગતરોજ ઘી ઇન્સ્ટટયુટ ઓફ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા ગત જૂન મહિનામા લેવામા આવેલ CMAનુ પરિણામ જાહેર કરાયુ હતુ. તેમા સુરતની સોનમ અગ્રવાલે કોસ્ટ એકાઉન્ટિગની પરીક્ષામા ઓલ ઇન્ડિયામા 800 માથી 501 ગુણ મેળવી પ્રથમ ક્રમે આવી હતી. તો બીજી બાજુ સુરતનો શશાંક તંબોલી પણ આ પરીક્ષામાં 800 માંથી 462 ગુણ મેળવી દેશમા 13 મા ક્રમે આવી સૌથી નાની ઉંમરે CMA ની પરીક્ષા પાસ કરનારો વિદ્યાર્થી બની ગયો છે.આ સાથે જ તેની નોંધ લિમ્કા બુક ઑફ રેકોર્ડમા પણ લેવામાં આવી છે.

દેશના સૌથી નાની ઉંમરે CA, CS, અને CMA આ ત્રણે પરીક્ષાઓમા પાસ કરી શશાંક તંબોલીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ બાબતે ઇન્સ્ટયુટના શિક્ષક રવિ છાવછરીયાએ જણાવ્યું છે કે, સુરતનુ આજે ફરીથી ગૌરવ વધ્યુ છે.દેશના સૌથી નાની ઉંમરે CA, CS, અને CMA આ ત્રણે પરીક્ષાઓમા પાસ કરી શશાંક તંબોલી એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. રાજસ્થાનના ભીલવાડાથી આવતા શશાંક તંબોલીએ માત્ર 20 વર્ષની ઉંમરે જ આ પરીક્ષાઓ પાસ કરી છે.તેના પિતા ઓટો રીક્ષા ડ્રાઇવર છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોવા છતા ભારતના સૌથી નાની ઉંમરના જ CA, CS અમે CMAના કોર્ષની ડીગ્રી હાસિલ કરી છે. તેમજ કંપની સેક્રેટરીની પરીક્ષામા ઓલ ઇન્ડિયામા ચોથા ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે,સુરત)