Published By : Aarti Machhi
- પોલીસે આરોપીની ધરપકડ કરી
સુરતમાં અઢી વર્ષની બાળકીનું મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ટ્રક ડ્રાઇવર દ્વારા અપહરણ બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેમાં પણ નાની બાળકીઓ સાથે દુષ્કર્માની ઘટનાઓ સતત સામે આવતી હોય છે ત્યારે દિવાળી પહેલા જ શરૂ થયેલા સુરતના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ઘર નજીક રમતી અઢી વર્ષની બાળકીનું એક ટ્રક ડ્રાઇવર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને આ બાળકીને અવાવરું જગ્યા પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જોકે બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બાળકીના પરિવારે આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી હતી.
જોકે આ પોલીસ સ્ટેશનમાં પ્રથમ ગુનો પણ આ જ પ્રકારનો બન્યો હતો. જ્યારે બીજો ગુનો પણ આ જ પ્રકારનો બનવા પામ્યો હતો પ્રથમ ગુનામાં બાળકીનો બચાવ થયો હતો જ્યારે બીજા ગુનામાં તમે બાળકીને પીખી નાખવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જો કે પોલીસે બંને ગુનામાં આરોપીઓની ધરપકડ કરી દીધી છે.