Published By : Disha PJB
સુરતમાં અધેડવયના વૃદ્ધે 10 વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચર્યાની ઘટના સામે આવી છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય મનહર ત્રિકમભાઇ સુરતી જેઓ પોતાની જ બિલ્ડીંગમાં રહેતી 10 વર્ષની બાળકી સાથે અડપલાં કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ જહાંગીરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મનહર ત્રિકમભાઇ સુરતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. પરમારે જણાવ્યું કે, આ ઘટના શનિવારે સવારે બની હતી. આરોપી 61 વર્ષીય મનહર ત્રિકમભાઇ સુરતી જેઓ પોતાની જ બિલ્ડીંગમાં રહેતી 10 વર્ષની બાળકી ટેરેસ ઉપર એકલી રમી રહી હતી ત્યારે તેઓ એકલતાનો ગેરલાભ લઈ બાળકી સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા.
અને ત્યારબાદ અન્ય કોઈ રહેવાસી આવી જતા વૃદ્વ ભાગી ગયા હતા. જોકે બાળકીએ પોતાની સાથે કરવામાં આવેલ સમગ્ર હકીકત માતાને કહેતા માતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.જેથી અમે ત્યાં પોહ્ચ્યા હતા. તે સમય દરમિયાન લોકોની ખૂબ જ ભીડ પણ હતી. અમે આવી અસ્લીલ હરકત કરનાર આરોપી મનહર સુરતીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ આઇપીસી કલમ 354 ક, ઘ તથા જાતીય ગુન્હા સામે બાળ સંરક્ષણ અધિનિયમ મુજબ 2012ની કલમ 11 અને 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.




