Home News Update Nation Update સુરતમાં અનોખી રીતે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી…

સુરતમાં અનોખી રીતે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી…

0

Published By:-Bhavika Sasiya

  • પીએમ મોદીના જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરવાનુ આયોજન કરાયુ છે , નાના-મોટા તમામ વેપારીઓ 5 થી 100 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે રવિવારે 73મો જન્મદિવસ છે. જેના પગલે ગુજરાત સહિત દેશભરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આગેવાની હેઠળ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં આઠથી વધુ હોસ્પિટલો, મેડિકલ સહિત વેપારી મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સાથે સેવા દિવસ તરીકેની ઉજવણી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે સર્કિટ હાઉસ ખાતે મળેલી પત્રકાર પરિષદમાં પૂર્ણેશ મોદીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.જે મુજબ સુરતના અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતેથી પત્રકાર પરિષદને સંબોધતા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવા દિવસ તરીકેની ઉજવણી કરવા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં આવતા નાના-મોટા તમામ વેપારીઓ દ્વારા પાંચ ટકાથી લઈ સો ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારની 50 હોસ્પિટલ, 50 હોટેલ અને રેસ્ટોરન્ટ, 1000 જેટલી નાની મોટી ગારમેન્ટસની દુકાનો,100 જેટલા શાકભાજીના નાના વેપારીઓ, 1000 જેટલા ઓટો રીક્ષા ચાલકો, 20 જેટલી બેકરીઓ, 50 મીઠાઈની દુકાનો અને 10 જેટલી હેર સલૂનની દુકાનો મળી કુલ 2500 જેટલા નાના મોટા વેપારીઓ મળી 5% થી લઈ 100 % સુધીના ડિસ્કાઉન્ટનો લાભ લોકોને આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બનશે.

પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં આવેલી અંદાજિત 50 જેટલી હોસ્પિટલોમાં આજે જે બાળકનો જન્મ થશે તેની કોઈ પણ પ્રકારની ડીલેવરી નો ચાર્જ નહીં લેવામાં આવે. ઉપરાંત હોસ્પિટલોમાં પાંચ ટકાથી લઈને 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટનો લાભ આપવા નક્કી કરાયું છે. તમેજ વડાપ્રધાનનાના હસ્તે વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ થવાનો છે. જે યોજના અંતર્ગત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં પણ 18 પ્રકારના નાના-મોટા ધંધાર્થીઓને ₹1,00,000 સુધીની લોન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોનનું વાર્ષિક વ્યાજ 5 ટકા જેટલું રહેશે. દિવસ પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે પશ્ચિમ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી સુરત શહેર અને અલગ અલગ વિભાગના વેપારીઓ દ્વારા સેવા દિવસ તરીકે ઉજવશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version