દરેક શુભ પ્રસંગોએ માસીબાઓની હાજરી અનિવાર્ય થઈ જાય છે. આ દરેક શુભ પ્રસંગે તેમના આશીર્વાદને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે ત્યારે લોકશાહીના સૌથી મોટા પર્વ ગણાતા ચૂંટણીના પર્વમાં પણ માસીબાઓએ હાજરી નોંધાવી છે. વિધાનસભાના ધારાસભ્ય સંઘવીને આશીર્વાદ આપવા માસીબા એ કલાકો રાહ જોઈ હતી. ચૂંટણીને લોકશાહીના સૌથી મોટા પર્વ માનીને તેની ઉજવણી કરવાની વાત જ્યારે ઉમેદવારોએ પોતે કરી છે ત્યારે સામાન્ય જનતા પણ તેમાં જોડાય છે. મત ગણતરી ને લઈને જેમ જેમ ઉમેદવારોની જીત નક્કી થઈ રહી છે તેમ તેમ તેમના સમર્થકો અને પરિવારના સભ્યો દ્વારા અલગ અલગ રીતે તેમની વધામણી કરવામાં આવી રહી છે. કે તેમની વધામણીમાં માસીબા પણ નજરે પડ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે થઈ રહેલી મતગણતરી ને પગલે ઉમેદવારોને વધારવા માટે માસીબા પણ સવારે ૧૧ વાગ્યાથી અન્ય ઉમેદવારોની સાથે જોડાયા છે. ખાસ કરીને મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીને સહર્ષ વધાવી લેવા માટે કાજલ માસી, માઈકલ માસી અઢી કલાક ઉભા રહ્યા હતા. વિજયધોષના નારા વચ્ચે તેઓએ હર્ષ સંઘવીને આશીર્વાદ આપીને નવી ટર્મ માટે આશીર્વાદ આપ્યા હતા
સુરતમાં ઉમેદવારોની જીતની ઉજવણીમાં માસીબાની પણ હાજરી : અઢી કલાક ઉભા રહી આશીર્વાદ આપ્યા..
RELATED ARTICLES