Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસુરતમાં એક ઈસમે પેટ્રોલ પંપ ઉપર જ નોઝરથી પેટ્રોલ ઢોળી અન્ય ઇસમને ...

સુરતમાં એક ઈસમે પેટ્રોલ પંપ ઉપર જ નોઝરથી પેટ્રોલ ઢોળી અન્ય ઇસમને  સળગાવાનો પ્રયાસ કર્યો…ધટના સીસીટીવીમાં કેદ…

સુરત શહેરના  પીપલોદ વિસ્તારમાં આવેલ સોમેશ્વર ચાર રસ્તા પાસે આવેલી ઇન્ડિયન ઓઇલ કંપનીના પેટ્રોલ પંપ ઉપર  એક ઈસમે પેટ્રોલ પંપ ઉપર જ નોઝરથી પેટ્રોલ ઢોળી અને અન્ય વ્યક્તિને સળગાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઈ હતી સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ સોમેશ્વર ચાર રસ્તા પાસે આવેલી ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ઉપર  પેટ્રોલ ભરવા આવેલ ઇસમની કર્મચારી વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી તેથી ઇસમ દ્વારા પેટ્રોલ પંપ ઉપર જ નોઝરથી પેટ્રોલ ઢોળવામાં આવ્યું હતું અને અન્ય વ્યક્તિને સળગાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. CCTV માં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે,એક ઈસમ જેઓએ સફેદ પઠાણી કુર્તી પેહરી છે.તે પેટ્રોલ પંપ ઉપર આવે છે અને પાકીટમાંથી  વસ્તુઓ કાઢીને પેટ્રોલ પંપના કર્મચારીને માર મારવાનો પ્રયાસ પણ કર્યો છે. ત્યારબાદ તે ઇસમ હાથમાં નોઝરથી પેટ્રોલ જમીન પર ઢોળે છે.તેની સામે ત્રણ પેટ્રોલપંપ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે.પરંતુ ત્યારબાદ ત્રણે ઈસમો આ ઇસમને પકડી લે છે.જૉકે વેસુ પોલીસે આ ઇસમને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(ઈનપુટ: જયેન્દ્ર પાંડે, સુરત)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!