Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeસુરતમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા.. ગણેશ પ્ંડાલની બહાર કિન્નરો સાથે ઠુમકા

સુરતમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા.. ગણેશ પ્ંડાલની બહાર કિન્નરો સાથે ઠુમકા

  • ગણેશ વિસર્જનના આગલા દિવસે બિયરની બોટલો હાથમાં લઈ બુટલેગરો બેફામ બન્યા.
  • પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા કેટલાય સ્થળોએ જોવા મળે છે. તેમાંય  ખાસ કરીને બુટલેગરો બેફામ બન્યા છે. રાજ્યમાં બુટલેગરોને  હવે પોલીસ કે કાયદાનો પણ ડર રહ્યો નાટો. તેનું ઉદાહરણ  સુરતમાં સામે આવ્યું. સુરતમાં ગણેશ વિસર્જનની આગલી રાત્રે મંડપની બહાર જાહેરમાં બિયરની બોટલો સાથે ઠૂમકા મારતા બુટલેગરનો વીડિયો વાઈરલ થયો છે. બુટલેગરે ગણેશ પંડાલની સામે જ કિન્નરોને બોલાવી તેમની સાથે ઠૂમકા લગાવ્યા અને નોટો પણ ઉડાવી હતી. વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા 7 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરતના બેગમપુરામાં મપારા શેરીમાં ગણેશ પંડાલમાં ગણેશ વિસર્જનની આગલી રાત્રે જાહેરમાં કેટલાક લોકોએ શરાબની બોટલો સાથે ઠુમકા લગાવ્યા.  DJના તાલ પર એક તરફ ઉફ્ફ ક્યાં રાત આઇ હૈ મોહબ્બત રંગ લાઇ હૈ ગીત વાગતું હતું અને બીજી તરફ કેટલા લોકો તેના તાલે ઠૂમકા લગાવી રહ્યા  હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ વીડિયો સામે આવતા પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. જેમાં ગણેશ ઉત્સવના આયોજકની પૂછપરછ કરી હતી.

પોલીસે વીડિયોમાં દેખાતા સાત લોકો સામે ફરિયાદ નોંધી હતી. જેમાં એક આરોપી હિરેન રાણાનો મિત્ર અને બુટલેગર અનિલ ઉર્ફે એલુ ડેલુ રાણા પણ હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ આયોજકોની જાણ બહાર જ કિન્નરોને બોલાવ્યા હતા અને ગણેશ પંડાલની સામે જ DJના તાલે બિયરની બોટલો સાથે ઠુમકા લગાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security