- પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો વડે આગ ઉપર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી
સુરતમાં ગેસ સિલિન્ડર ભરેલા આઇસરના ડ્રાઇવરની કેબિનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો વડે આગ ઉપર કાબુ મેળવાયો.
સુરત શહેરના ભેસ્તાન આવેલ પેટ્રોલ પંપ પર આજે સવારે એક ગેસ સિલિન્ડર ભરેલા આઇસર ડીઝલ પુરાવા માટે આવ્યું હતું ત્યારે ડીઝલ ભરતી વખતે અચાનક જ આઇસરના ડ્રાઇવરની કેબિનમાં ધૂમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઈને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જોત જોતામાં હલકી આગ પણ લાગી ગઈ હતી. જોકે પેટ્રોલ પંપના કેટલાક કર્મચારીઓએ બહાદુરી પૂર્વક પેટ્રોલ પંપ ઉપર મૂકવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધને લઈને તેનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અને મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવીમાં કેદ થઇ હતી.
(ઇનપુટ : જયેંદ્ર પાંડે, સુરત)