- રાજ્યભરમાંથી દિવ્યાંગોએ ભાગ લીધો…
સુરતમાં આજરોજ શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ એનજીઓ દ્વારા દિવ્યાંગો માટે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિકલાંગ, મૂક, HIV એડ્સ તથા અન્ય લોકો માટે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં રાજ્યના અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ અને અરવલ્લી જિલ્લા તથા અનેક શહેરોમાંથી દિવ્યાંગ ભાઈ-બેહનો ગરબા રમવા આવ્યા હતા.આ તમામ લોકોએ ખુબ જ ઉત્સાહ પૂર્વ ગરબે રમી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તથા અન્ય લોકો પણ આ તમામ લોકોને ઉત્સાહ વધારવા માટે ગરબા રમ્યા હતા.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-11.56.16-AM-1-1-1024x576.jpeg)
આ બાબતે એક સોચ એનજીઓના પ્રમુખ રીતુ રાઠીએ જણાવ્યુ કે, આજે એક સ્પેશ્યલ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.નવરાત્રી એમ તો બધા જ લોકો રમે છે. પરંતુ આપણા દિવ્યાંગ ભાઈ-બેહનો, બોલી સકતા નથી, HIV એડ્સ ગ્રસ્ત લોકો જેઓ અનેક મુંઝવણના કારણે ગરબા રમી શકતા નથી. તો આજે એમના માટે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.અને એ લોકોમાં પણ ખુબ જ ટેલેન્ટ હોય છે. તો મારી ઈચ્છા છે કે લોકો એમના ટેલેન્ટને ઓળખે તો આજે રાજ્યના તમામ દિવ્યાંગ ભાઈ-બહેનો અહીં એક સાથે ગરબા રમશે. અહીં આપણા રાજ્યના જ નહિ પરંતુ મહારાષ્ટ્રથી પણ કેટલા દિવ્યાંગો આવ્યા છે.આ આયોજનમાં કુલ 1200 થી 1500 જેટલાં લોકો આવ્યા છે. એમાં કેટલા સ્પેશ્યલ નાના બાળકો પણ છે જેઓને આજે આ ગરબા રમવાનો મોકો મળ્યો છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-11.56.16-AM-1024x576.jpeg)
વડોદરાથી આવેલા અલકા પટેલે જણાવ્યું કે, અમે વડોદરાથી આવ્યા છીએ.એમને વડોદરાના એક ગ્રુપ દ્વારા અહીં લાવામાં આવ્યો છે.અમે અહીં ગરબા રમવા આવ્યા છીએ સુરતમાં ખુબ જ સરસ ગરબા થાય છે.અને હું આ બીજી વખત આવી છું.તથા સુરતીઓને અમે લોકો ગરબા રમી આનંદ આપી રહ્યા છીએ..
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)