Published by : Rana Kajal
સુરતમાં અમરોલીના કોસાડ આવાસ અને પાંડેસરાના ડ્રગ્સ કેસમાં ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરતા રૂપિયા 4 કરોડનું MD ડ્રગ્સ મોકલનારા મુંબઈના પેડલર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચે પેડલર ફૈસલ અબ્દુલ, વાસીફ ચૌધરી, સાગર પાલ અને અનિકેત પ્રકાશ શિંદેની ધરપકડ કરી છે. સાથે સાડા ત્રણ લાખની રોકડ અને 6 મોબાઇલ 77 હજારની કિંમતના કબજે કર્યા છે. વાસિફ અને ફૈસલ નામના શખ્સ MDનું વેચાણ કરતા હતા. વાસીફ અને ફૈસલ બાળપણના મિત્રો છે અને બંને એમડીનું વેચાણ કરતા હતા. આરોપી ચંદન અને અનિકેત એમડી વેચાણ કરવા માટે વાસીફનો સંપર્ક કરતા હતા.
14 નવેમ્બરના રોજ સુરતમાં 1.50 કરોડની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું હતું. આ ડ્રગ્સ અમરોલી પોલીસે કોસાડ આવાસમાંથી ઝડપી પાડ્યું હતું. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ તપાસ આગળ વધતા પોલીસે આજે મુંબઇના પેડલર સહિત 4 લોકોની ધરપકડ કરી છે.