Home News Update Crime સુરતમાં પતિ પત્નીના સંબંધને લજાવતો કિસ્સો સામે આવ્યો

સુરતમાં પતિ પત્નીના સંબંધને લજાવતો કિસ્સો સામે આવ્યો

0
  • પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી HIV પોઝેટીવ ઇંજેકશન માર્યું
  • પોલીસે પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી…

સુરતના રાંદેર વિસ્તારમાં પૂર્વ પતિએ પૂર્વ પત્નીના ચારિત્ર પર શઁકા રાખી HIV પોઝેટીવ યુવકનું લોહીનું ઇંજેકશન મારી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના રાંદેર વિસ્તારમાં પતિની હેવાનિયત અને ક્રૂરતાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી મહિલા અને રાંદેરના મોરાભાગળ વિસ્તારમાં રહેતા યુવક વચ્ચે 15 વર્ષ પહેલા પ્રેમ સંબંધ થયા બાદ લગ્નગ્રંથિમાં બંધાયા હતા. 15 વર્ષના લગ્નજીવન બાદ તેઓને બે બાળકો છે. અને 15 વર્ષ બાદ પતિને પત્નીના ચારિત્ર પર શંકા ઉપજતા બંને વચ્ચે અવારનવાર ઘર કંકાસ ચાલી રહી હતી. જેને લઇ બે મહિના પહેલા જ બંનેના કોર્ટમાંથી છૂટાછેડા થઈ ગયા હતા. જેથી મહિલા તેના બે બાળકો સાથે તેની માતાના ઘરે રહી રહી છે. ત્યારે પતિએ મહિલાને ફરી મળવા બોલાવવાનું કહેતા બંને મળવા ફરી ભેગા થયા હતા. અને આ સમય દરમિયાન પતિએ મહિલાને દિવસ દરમિયાન પોતાની સાથે ફેરવી સાંજે અંધારામાં મહિલાને કોઈ ચેપી રોગ સાથેનું લોહીવાળું ઇન્જેક્શન મારી ચાલ્યો ગયો હતો. પત્ની બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડવામા આવી હતી. હોસ્પિટલ ખાતે ભાનમાં આવતા પતિએ ઈન્જેકશન માર્યુ હોવાનું જણાવાયું હતું. તપાસ કરતા HIV પોઝેટીવ ઇંજેકશન હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે મહિલાની ફરિયાદ લઈને તેના પૂર્વ પતિની ધરપકડ કરી લીધી છે.

(ઇનપુટ : જયેંદ્ર પાંડે, સુરત)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version