Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસુરતમાં ફાયર વિભાગના જવાનો દ્વારા મોરનું રેસક્યુ કરવામાં આવ્યું...

સુરતમાં ફાયર વિભાગના જવાનો દ્વારા મોરનું રેસક્યુ કરવામાં આવ્યું…

Published By : Disha PJB

સુરતના મગદલ્લા વિસ્તારમાં 30 ફૂટ ઉંચા વીજળીના ટ્રાન્સફોર્મરમાં મોર ફસાઈ જતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. વેસુ ફાયર વિભાગે ઘટના સ્થળે પોહચી ફસાયેલાં મોરનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું. અને પોલીસની હાજરીમાં મોરને પક્ષી સેન્ટર હોમ મોકલી આપવામાં આવ્યો હતો.

શહેરના વી આર મોલ પાસે આવેલ મગદલ્લા ગામના એક વીજળીના 30 ફૂટ ઊંચા ટ્રાન્સફોર્મરના મોટા થાંભલા ઉપર મોર ફસાઈ ગયો હતો. ત્યાંજ સ્થાનિકોની નજર જતા લોકોએ વીજળી વિભાગને જાણ કરી હતી. જેથી વીજળી વિભાગ દ્વારા તાત્કાલિક પાવર લાઈન બંધ રાખી મોરનો રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતે વેસુ સ્ટેશનના ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું કે, આ ઘટના બપોરે 12:00 વાગ્યે આસપાસ બની હતી. અમારા ફાયરના જવાનોએ ફાયર સીડીના ઉપયોગથી ઉપર ચડીને મોરનું સહી સલામત રેસ્ક્યુ કરીને નીચે લઈ આવ્યા હતા. જોકે આ ઘટનામાં મોરને કોઈ ઈજાઓ પોહચી ન હતી.

સમગ્ર રેસ્ક્યુ લાઈવ વિડીયોમાં કેદ થયું છે.વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છેકે, ફાયરના જવાનોએ નીચે બાજુથી ફાયર સીડીને પકડી રાખ્યો છે તો ફાયરનો જવાન સિડીની ઉપર 30 ફૂટ જેટલું ચઢીને મોરને સહી સલામત નીચે લઈ આવે છે.રેસ્ક્યુ કરતા સમય દરમિયાન ઉપર અન્ય ઘણાબધા પક્ષીઓ એમતેમ ઉડતા જોવા મળી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!