- સુરતથી 27 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ…
સુરતમાં મોડી રાત્રે 3.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. સુરતથી 27 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે.
ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં ગત મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તિવ્રતા 3.8 નોંધાઈ હતી. ભૂકંપનુ કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર હોવાની વાત સામે આવી છે. રાત્રે 12:51 કલાકે આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા કચ્છના દુધઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તિવ્રતા 3.0 હતી. બપોરે 1:45 મિનિટે આ આંચકો અનુભવાયો હતો. તો બીજી તરફ અમરેલી વિસ્તારમાં પણ સતત આવી રહેલા ભૂંકપના આંચકાથી લોકો ભયભીત બન્યા છે.