Published by : Anu Shukla
- સુરત પાલિકાએ શહેરના 66 ટકાથી પશુઓમાં Radio Frequency Identification (RFID) લગાવી દીધી
- સુરત શહેરમાં 60,000 પશુઓ હોવાનો અંદાજ,
- પોલીસ અને સરકારનો સહયોગ મળતા પાલિકાએ ચાલીસ હજાર પશુઓમાં ચિપ લગાવી દીધી
ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ માટે વિડિયો કોન્ફરન્સથી ચર્ચા કરીને દરેક પશુઓમાં RFID લગાવી રજીસ્ટ્રેશન માટે સુચના આપી છે. સરકારના આ સુચના બાદ સુરત પાલિકાતંત્રએ RFID લગાવવાની કામગીરી ઝડપી બની છે. શરુઆતમાં આ કામગીરીમાં પશુપાલકોનો સાથ મળતો ન હતો પરંતુ સરકાર અને પોલીસની મદદ મળ્યા બાદ પાલિકા આ કામગીરી ઘણી સારી રીતે કરી શકી છે. સુરત શહેરમાં 60,000 પશુઓ હોવાનો અંદાજ તેમાંથી 40 હજાર પશુઓમાં RFID લગાવવાની કામગીરી પુરી કરી દીધી છે. હાલમાં ડોર ટુ ડોર સર્વે કરીને વિના મુલ્યે ચીપ લગાવવાની કામગીરી થાય છે 31 માર્ચ બાદ ફરજિયાત ચિપ લગાવી પૈસા પણ વસુલ કરાશે.
પાલિકા તંત્રએ પશુપાલકો જોગ એક જાહેર નોટીસ થકી 31 માર્ચ 2023 પહેલા તમામ પશુપાલકોને વિના મુલ્યે ચીપ લગાવવા માટે સૂચના આપી છે. 31 માર્ચ બાદ ચીપ મોકલવાની કામગીરી ફરજિયાત કરવામાં આવશે અને ત્યાર બાદ જે પૈસા નક્કી કરવામા આવ્યા છે તે પણ વસુલ કરવામાં આવશે તેથી પશુપાલકોને તે પહેલાં ચીપ મુકાવવા માટે પાલિકા તંત્રે અપીલ કરી છે.
સુરત શહેરમાં 60 હજારની આસપાસ ગાય ભેંસ છે તેમાંથી હાલમાં 40 હજાર જેટલા પશુઓમાં RFID ચીપ લગાવી છે. પાલિકા તંત્ર બધા જ પશુઓમાં આર.એફ.આઈ.ડી.ચીપ લગાવવામાં આવે તો રખડતા ઢોરનો ત્રાસ ઓછો થાય તેમ છે. હાલમાં પશુપાલકોનો સહકાર મળી રહ્યો હોવાથી પાલિકાએ 66 ટકાથી વધુ પશુઓમાં ચીપ લગાવી દીધી છે અને 31 માર્ચ પહેલાં શહેરમાં તમામ પશુઓમાં ચીપ લાગે તેવી કવાયત પાલિકા તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે.