Published By : Disha PJB
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ત્રણ વર્ષનો બાળક રમતારમતા પાણીના ટબમાં પડી જતા મોત થવાની ઘટના સામે આવી છે.હાલ આ મામલે લીંબાયત પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ કલ્પના સુપર સોસાયટીની સામે રહેતા સંતોષભાઈ બાગલ જેઓ ટેક્સતાઈ માર્કેટમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો ત્રણ વર્ષનો છોકરો જેનું નામ રાજ છે. જે ગઈકાલે સાંજે રમતારમતા અગાસીના છત ઉપર ગયો હતો. જ્યાં પાણીના મોટા ટબમાં તે પડી જતા ડૂબી જવાથી તેનું મોત થયું હતું.
આ બાબતે લીંબાયત પોલીસે જણાવ્યુંકે, આ ઘટના એક દિવસ આગળ, 5 તારીખે સાંજે 6:30 વાગ્યે બની હતી. બાળકના મોત સમયએ ઘરે લાઈટ ગઈ ત્યારે પરિવાર રાજ ક્યાંય નહિ દેખાતા. અંતે આખી સોસાયટીમાં શોધખોળ હાથ ધરી હતી.એમ કરતા પરિવારે રાજની આખી રાત શોધખોળ કરી હતી.અને સવારે રાજની કાકી ડ્રમમાંથી પાણી લેવા ગયા હતા.
પાણી લેતા સમય તેમણે ડ્રમની અંદર પાણીમાં રાજને જોઈ બુમાબુમ કરવા લાગ્યા હતા. રાજને તાત્કાલિક ડ્રમમાંથી બહાર કાઢી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ત્યાંથી જ સ્વીમેર પોલીસ ચોકી દ્વારા લીંબાયત પોલીસને જાણ કરવામાં આવી હતી. ડોક્ટરે મોતનું સાચું કારણ જાણવા માટે રાજના બોડીને પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રાજનું ડૂબી જવાથી મોત થયું છે એ સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં અવરનવર માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવતો હોય છે જોકે આ પેહલા પણ લીંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદ પાસે જ બે વર્ષની બાળકી રમતારમતા પાણીના તબમાં ઉંધી વળી જતા તેનું મોત થઇ ગયું હતું. અને ત્યારેબાદ પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષનો બાળક ચોથા માળેથી પડી જતા મોત નીપજ્યું હતું.
જોકે આવી ઘટનાઓથી માતા-પિતાએ શીખવા જેવું છેકે, નાની નાની બાબતે પણ તેઓએ પોતાના સંતાન નું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તેઓ ઘરમાં એકલા રમતા હોય તો વારંવાર તેમની ઉપર ધ્યાન આપતાં રેહવું જોઈએ. કોઈ જવલનશીલ પ્રવાહી કે પાછી પદાર્થ કાં તો કોઈ પણ એવી વસ્તુઓ ના મુકો જેનાથી તમારા સંતાનોને નુકસાન થઇ શકે છે.