- એસીબી પોલીસે છટકુ ગોઠવી આરોપીને ઝડપ્યૉ
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાની ઓફિસના આકારણી વિભાગનો વર્ગ-3નો કર્મચારી 8 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના સકજામાં ઝડપાયો છે.
સુરત શહેરમાં દિવસે દિવસે ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવતી હોય છે. સરકારી કર્મચારી હોય કે પછી બિનસરકારી કર્મચારી કોઈકને કોઈક રીતે ભ્રષ્ટાચાર કરતા હોય છે અને તેઓ એ.સી.બી પોલીસના હાથે પણ લાંચ લેતા ઝડપાઈ જતા હોય છે. તો સુરત શહેરમાં લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે એસીબી પોલીસે રાંદેર વિસ્તારમાં આવેલ પાલનપુર પાટીયા પાસે ગણેશ મંદિરની સામે જ ભોલે પાન સેન્ટરની બાજુમાં જાહેર રોડ ઉપર લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
એસીબી પોલીસના છટકામાં આવેલ મહાનગરપાલિકાની રાંદેર વેસ્ટ ઝોન ઓફિસના આકારણી વિભાગનો વર્ગ-3નો કર્મચારી નિલેષભાઈ હરેલાલ ગામીત કલાર્ક 8000 રૂપિયાની લાંચ લેતા એ.સી.બીના સકજામાં ઝડપાય ગયા હતા. હાલ આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.