- ડીંડોલી પોલીસે ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી
સુરતના ડીંડોલી વિસ્તારમાં શિક્ષણ જગતને આઘાત લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ટ્યુશનના શિક્ષક દ્વારા 8 વર્ષના છોકરા પર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસે તેની ધરપકડ કરી છે.
સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં માતા પિતા નોકરી કરતા હોવાથી બાળકને ટ્યુશન મોકલતા હતા. 8 વર્ષનો વિદ્યાર્થી હાલ અભ્યાસ કરતો નથી માત્ર ટ્યુશન કલાસમાં જાય છે. ટ્યુશન કલાસમાં શિક્ષક દ્વારા 8 વર્ષના છોકરા પર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીએ સમગ્ર હકીકત ઘરે આવીને માતા-પિતાને જણાવી હતી. માતા-પિતાએ ટ્યુશનના શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડીંડોલી પોલીસે માતા-પિતાની ફરિયાદના આધારે શિક્ષકની ધરપકડ કરી છે. પોલીસે શિક્ષક વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.