Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAccidentસુરતમાં સ્કુલ વાનને કારે મારી ટક્કર.. 1 બાળકી ઘાયલ..

સુરતમાં સ્કુલ વાનને કારે મારી ટક્કર.. 1 બાળકી ઘાયલ..

  • અન્ય બાળકોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી
  • ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

સુરતના અલથાણઆ એક સ્કૂલ વાનને કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં 1 બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે.. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સુરતમાં આજરોજ ૯ બાળકોને શાળાએ લઇ જતી વેળાએ સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો. અલથાણ વિસ્તારમાં રોડ ક્રોસ કરતા સમયે સામેથી ફૂલ સ્પીડમાં આવતી કારે વાનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો અન્ય બાળકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સ્કૂલ વાનના ડ્રાઈવરની બેદરકારીને પગલે અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે. અકસ્માત અંગે હાલ કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી.   

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!